હળવદ : છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા સંચાલિત સ્વ. ભૌમિકભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવાના ભાગરૂપે ભૌમિક ઉપવન બનાવવામાં આવ્યું છે. જેમ આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ ઉપવનમાં 400 વૃક્ષો વાવવાંમાં આવ્યા છે. જેમાં દાતા અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા તમામ ખર્ચ આપવામાં આવ્યો છે. આ વૃક્ષારોપણ દરમ્યાન દેવાભાઈ કલરવાળા આને અજીતભાઈ લખતરીયાએ વૃક્ષો ઉછેર કરવાની જવાબદારી પોતાના પર લીધી હતી. આ વૃક્ષારોપણ દરમ્યાન દાતા તેમજ સાથ - સહકાર આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.