માળીયા : માળિયાના વવાણીયા ગામ નજીક પવનચક્કીનું તાળું તોડીને રૂ. ૨૫ હજારની કિંમતના કોપરના વાયરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે. માળિયાના વવાણીયા અને વર્ષામેડી ગામ વચ્ચે આવેલ પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મેઘુભા પરમારે ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા ઈસમો ત્યાં બાઈક અને છોટા હાથી જેવા વાહનોમાં આવી પવનચક્કીનું તાળું તોડી તેમાં પડેલ રૂ. ૨૫ હજારની કિંમતનો કોપર વાયર ચોરી ગયા હતા. આ મામલે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.