કુલદીપસિંહ વાળાની બદલી બાદ લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા પર 2019ની બેચના GAS અધિકારીની નિમણૂકમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકામાં આજે નવા બીજા ડેપ્યુટી કમિશનર તરીકે બ્રિજેશ કાલરિયાએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. અગાઉના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાની બદલી થયા બાદ ઘણા સમયથી આ જગ્યા ખાલી હતી, જે હવે ભરાઈ ગઈ છે. ચાર્જ સંભાળતાની સાથે જ બ્રિજેશ કાલરિયાએ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગોની મુલાકાત લઈ કામગીરી અંગેની જરૂરી માહિતી મેળવી હતી. બ્રિજેશ કાલરિયા મૂળ મોરબીના જીવાપર ગામના વતની છે અને તેઓ 2019ની બેચના GAS (ગુજરાત વહીવટી સેવા) અધિકારી છે. અગાઉ તેઓએ રાજકોટ જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી DDO તરીકે ફરજ બજાવી છે. આ ઉપરાંત, તેઓ વઢવાણ અને જામનગર ગ્રામ્યમાં પ્રાંત અધિકારી તરીકે પણ પોતાની કામગીરી કરી ચૂક્યા છે અને હવે મોરબીમાં ડેપ્યુટી કમિશનર તરીકે વહીવટી જવાબદારીઓ સંભાળશે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #MorbiCity #ChiragKalariya #GujaratNews #MorbiAdministration