મોરબી : નવ નવ દિવસ ચાલતા નવરાત્રિના તહેવારને હવે વૈશ્વિક કક્ષાએ પણ રાસ-ગરબાના સંદર્ભે ખાસી ઓળખ મળી છે. ગરબા કોઈપણ જગ્યાએ ચાલતા હોય એટલે ત્યાં ઉભેલ વ્યક્તિને રાસ ગરબાના એક પણ સ્ટેપ ન આવડતા હોય તો પણ તે ગરબે ઘૂમ્યા વગર રહી જ શકતા નથી તેવો ગરબાની રિધમનો પ્રભાવ છે. સિરામિક સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા ગુજરાત રાજયના મોરબી શહેરમાં ચાઇનીઝ લોકો શક્તિની આરાધનાના પર્વ એટલે કે નવરાત્રી દરમ્યાન ગરબે ઘૂમતા જોવા મળે છે. હાલમાં શેરી ગલ્લીઓથી લઈને અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ ગરબાની ધૂમ મચાવે તે સમજી શકાય તેવી વાત છે. દરમ્યાન હાલ મોરબીના મહેમાન બનેલા ચાઈનાના લોકોને ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેથી તે લોકો નવરાત્રી જોવા માટે રાસોત્સવના મેદાનમાં પહોચ્યા હતા અને તેઓ પણ ગરબે ઘૂમતા ગુજરાતીઓને જોઇને તે લોકો પણ ગરબે ઘુમવા લાગ્યા હતા અને ખાસ કરીને ગણતરીના દિવસોમાં જ તે લોકો બે તાલીનો રાસ સારી રીતે રમતા શીખી ગયા છે. ગરબાની ભાષા ભલે તેઓને ન સમજાતી હોય પણ ભક્તિ સંગીતની ભાષા તેઓ જરૂર સમજી ગયા હોય એ રીતે ચાઈનીઝ નાગરિકો પણ ગરબે ઘૂમ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274