બાળકોને પોષણને લગતી રમત રમાડી વાલીઓને માર્ગદર્શન અપાયું મોરબી : સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. વડા પ્રધાન દ્વારા 8માર્ચ 2018ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રીય વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગઈકાલે મોરબી જિલ્લાની તમામ આંગણવાડીઓમાં બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોષણ અભિયાનને જન આદોલનનું સ્વરૂપ આપી ઝુંબેશ સ્વરૂપે પોષણ ને લગતા સંદેશાઓ ઘર-ઘર સુધી પહોંચે અને દેશમાં કુપોષણ નાબૂદ થાય તે હેતુથી કાર્યક્રમો અને દૈનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લાની દરેક આંગણવાડી કક્ષાએ ગઈકાલે બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજન અન્વયે બાળકો દ્વારા પોષણને લગતી રમતો રમાડવામાં આવી હતી. ઉપરાંત એનીમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનીટેશન તેમજ પોષ્ટિક આહાર વિષે ઉપસ્થિત બાળકોના વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.