મોરબી : આગામી 22મીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે શહેરભરમાં ઉત્સવનો માહોલ છવાયો છે. આ ઉજવણી અંતર્ગત મોરબીમાં પણ આગામી 21/1/2024ને રવિવારે સાંજે 5:00 વાગ્યે સ્ટેશન રોડથી સ્કેટિંગ કરીને જયશ્રી રામના નાદ સાથે બાળકો દરબારગઢ રામ મંદિર પહોંચશે. તેમજ ત્યાં પહોંચી રામલલ્લાની પૂજા અર્ચના કરશે.આગામી તારીખ 21/1/2024ને રવિવારે સાંજે 5:00 વાગ્યે મોરબી સિંધી સમાજ દ્વારા ભગવાન શ્રી રામજીના અયોધ્યા આગમનની ખુશીમાં અનોખો કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેમાં સ્ટેટ ચેમ્પિયન, નેશનલ સ્કેટિંગ ચેમ્પિયન તેમજ રાષ્ટ્રપતિ બાળ પુરસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયેલા જેનીલ પરેશભાઈ ભોજવાણી તથા તેની સાથે સ્કેટિંગ ટીમના બીજા બાળકો પણ શ્રીરામના નારા લગાવી સિંધુ ભવન ઝુલેલાલ મંદિરે દર્શન કરી સ્ટેશન રોડથી સ્કેટિંગ કરીને દરબારગઢ રામ મંદિરે પહોંચશે તેમજ ત્યાં પહોંચી રામલલ્લાની પૂજા અર્ચના કરશે. આ પ્રસંગે સિંધી સમાજના આગેવાનો રાજુભાઈ રામાણી, જમનાદાસ ગ્વાલાણી, સુરેશભાઈ મેઠીયા તથા નવીનભાઈ મખીજા હાજર રહેશે.