મોરબી : મોરબીમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સરસ્વતી સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગૃપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા 40 થી વધુ બાળાઓને લ્હાણી રૂપે પર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાની - નાની બાળાઓએ લ્હાણી ભેટ સ્વરૂપે મેળવી આનંદ અનુભવ્યો હતો. આ સાથે તેમના દ્વારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સરસ્વતી સોસાયટીના નવરાત્રી મહોત્સવમાં હેતલબેન દ્વારા માતાજીની આરતી કરી આરાધના કરવામાં આવી હતી.