બાળકોને મોબાઈલના વળગણ અને માનસિક તણાવમાંથી મુક્ત કરવા અકસીર ઈલાજ : શિબિરમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન શરૂમોરબી : વર્તમાન સમયમાં બાળકોમાં રમતગમતના બદલે ભણતરનું ભારણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. માતા-પિતાની 100 ટકા પરિણામ લાવવાની અપેક્ષાઓ અને સતત સ્પર્ધાને કારણે બાળકો માનસિક તણાવ અને ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. એટલું જ નહીં, બાળકો મોબાઈલના આદિ બની ગયા છે અને નાની ઉંમરે ડાયાબિટીસ જેવી શારીરિક સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. આ તમામ જટિલ સમસ્યાઓના ઉકેલ માટે મોરબીમાં ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્ર દ્વારા 'ચિલ્ડ્રન એસ.એસ.વાય' (સિદ્ધ સમાધિ યોગ) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.ઋષિ પ્રભાકરજી દ્વારા પ્રેરિત આ શિબિર બાળકોમાં રહેલી સર્વોત્તમ શક્તિઓને બહાર લાવવા અને તેમનો શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ કરવા માટે આશીર્વાદરૂપ છે. શિબિરમાં અત્યંત સરળ, શક્તિશાળી અને પરિણામલક્ષી યોગ સાધના અંતર્ગત પ્રાણાયામ, ધ્યાન અને જીવન ઊર્ધ્વગામી બનાવે તેવા વિષયોની ચાર્ટ દ્વારા સમજ આપવામાં આવશે.આ શિબિરમાં જોડાવાથી બાળકોની યાદશક્તિ અને શારીરિક ક્ષમતા વધશે, જીદ્દી અને ગુસ્સાવાળો સ્વભાવ શાંત થશે, અને તેઓ નમ્ર, વિવેકી તેમજ આજ્ઞાંકિત બનશે. સાથે જ તેમનામાં સહકાર અને જવાબદારીની ભાવનાનો વિકાસ થશે.આ શિબિર ખાસ કરીને 8 વર્ષથી 14 વર્ષની ઉંમરના બાળકો માટે છે. 8 દિવસ ચાલનારી આ શિબિરમાં દરરોજ 2 કલાકનો સમય ફાળવવાનો રહેશે અને છેલ્લા દિવસે સવારથી સાંજ સુધી બાળકોને બહાર લઈ જવામાં આવશે. શિબિર અંગેની વિસ્તૃત માહિતી આપતો સેમિનાર વાલીઓ માટે રાખવામાં આવેલ છે, જેની વિગતો નીચે મુજબ છે.શિબિરની વિગતો:• તારીખ: 10/05/2026 થી 17/05/2026• સમય: સાંજે 5:00 થી 7:00 કલાકે• સ્થળ: ડોલ્સ એન્ડ ડ્યુટ્સ ઇન્ટરનેશનલ પ્લે સ્કૂલ, રત્નકલા એક્સપોર્ટ (ગાંધીનું કારખાનું), ઉમિયા સર્કલની બાજુમાં, મોરબી.• રજિસ્ટ્રેશન અને સંપર્ક: નવનીતભાઈ કુંડારિયા : 9825224898 ધ્રુવ દેત્રોજા : 9913111202#Morbi #MorbiUpdate #ChildrenSSY #YogaCamp #ChildDevelopment #MorbiNews #MentalHealth #Meditation