મોરબી : ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25ના સ્પ્ટેમ્બર માસમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણી કરવા જણાવ્યું હતું જેના ભાગરૂપે આજે તારીખ 10 સપ્ટેમ્બરના રોજ મોરબી ઘટક-2ના તાબા હેઠળની જાંબુડિયા આંગણવાડી કેન્દ્ર ખાતે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સીડીપીઓ ભાવનાબેન ચારોલા, ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટર અશોકભાઈ, મુખ્ય સેવિકા ક્રિષ્નાબેન, CHO કાજલબેન, વર્કરબેન તથા હેલ્પરબેન અને બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા.રાષ્ટ્રીય પોષણ માહની આજની થીમ મુજબ બાળતુલા દિવસની ઉજવણી કરવાની હોય જે અંતર્ગત જાંબુડિયા કેન્દ્રના તમામ બાળકોના વજન અને ઉંચાઇ કરવામાં આવ્યા હતા. જેમાં અતિ અને મધ્યમ કુપોષિત બાળકોની ખરાઈ કરવામાં આવી હતી અને CHO દ્વારા અતિ અને મધ્યમ કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ કરવમાં આવી હતી. સીડીપીઓ દ્વારા હાજર રહેલા તમામ વાલીઓને બાલશક્તિના પેકેટમાંથી બનતી થેરાપીફુડ બનાવતા શીખવવામાં આવ્યું હતું તેમજ ટી.એચ.આરના પેકેટના પ્રચાર અને પ્રસાર કરીને વાલીઓને માહિતગાર કરવમાં આવ્યા હતા.