મોરબી: શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતી મોરબીની નવયુગ વિદ્યાલય દ્વારા આજે વિજ્ઞાનના માધ્યમથી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે 'વિશ્વ વિજ્ઞાન દિવસ' 28 ફેબ્રુઆરીએ હોય છે, પરંતુ આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને શાળા દ્વારા 20 ફેબ્રુઆરીના રોજ જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ધોરણ 5 થી 9 ના વિદ્યાર્થીઓએ રજૂ કરી અવનવી કૃતિઓઆ વિજ્ઞાન મેળામાં નવયુગ વિદ્યાલયની સવાર અને બપોર પાળીના ધોરણ 5 થી 9 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ છેલ્લા એક-દોઢ મહિનાની સખત મહેનત બાદ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત વિવિધ પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા. જેમાં મુખ્યત્વે: • વેસ્ટ કચરામાંથી વીજળી: કચરાના વ્યવસ્થિત નિકાલ સાથે ઉર્જા કેવી રીતે મેળવી શકાય તેનું સચોટ મોડેલ. • AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ): આધુનિક યુગમાં AI ના ઉપયોગો અને તેની વિશેષતાઓ. • સોલાર રૂફટોપ કાર: સૂર્યપ્રકાશથી ચાલતી કાર, જેમાં કારની છત પર જ સોલાર પેનલ લગાડવામાં આવી હોય તેવો નવતર પ્રયોગ.શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મુલાકાતઆ વિજ્ઞાન મેળાના ઉદ્ઘાટન પ્રસંગે અને પ્રદર્શન નિહાળવા માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓની કૃતિઓને નિહાળી હતી અને તેમની મહેનત તેમજ વૈજ્ઞાનિક અભિગમને બિરદાવ્યો હતો. તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા તમામ વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકો અને વાલીઓને આ સફળ આયોજન બદલ અભિનંદન અને ધન્યવાદ પાઠવવામા આવ્યા હતા.