બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયોમોરબી : મોરબી તાલુકાના રવાપર નદી નજીક આવેલ સિરામિક ફેકટરીમાં બાળકોએ રમત રમતમાં એક 10 વર્ષના બાળકના ગુદામાર્ગમાં એર કમ્પ્રેશનની નળી ભરાવી દેતા બાળક બેભાન બની ગયો હતો અને હાલમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જો કે, હજુ સુધી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.