મોરબી : નવયુગ ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલ હંમેશા શિક્ષણની સાથે સાથે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય એ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દિવાળી નજીક આવી રહી છે ત્યારે નવયુગ ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલના બાળકોમાં નાનપણથી જ એક સેવાભાવ ઉત્પન્ન થાય તે માટે બાળકોના હાથે જરૂરિયાતમંદ બાળકોને કપડાં અને નાસ્તાનું વિતરણ કરાવ્યું હતું. પ્રિ સ્કૂલના બાળકોને જરૂરિયાતમંદ બાળકો સાથે મુલાકાત કરાવી હતી અને તેઓના હાથે જ આ જરૂરિયાતમંદ બાળકોને મિઠાઈ, કપડાં તથા રમકડાની ભેટ આપીને દિવાળીની ઉજવણી કરી હતી. આ માટે નાના ભૂલકાઓ દ્વારા કપડાં, નાસ્તો તેમજ બાળકોને ઉપયોગી ઘણીબધી વસ્તુઓ પોતાના ઘરેથી લઈ આવ્યા હતા. આ ભેટ સ્વીકારીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરાઓ પર સ્મિત રેલાયું હતું. નાના બાળકોના આ મોટા કામથી વાલીઓમાં પણ ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ બાળકોને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ પ્રિન્સિપાલ ડૉ. મંજુ મેડમએ ખુબ બિરદાવ્યા હતા.