મોરબી : મોરબીના નાલંદા કિડ્સના ગુજરાતી માધ્યમના બાળકોએ આજે શિયાળાની ઋતુની માહિતી આપતો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેમાં બાળકોએ વિવિધ કૃતિઓ બનાવીને રજૂ કરી હતી. બાળકો દ્વારા શિયાળાની ઋતુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જેમાં વર્ષની સૌથી સારી ઋતુ શિયાળો હોવાનું જણાવ્યું હતું. કેમ કે શિયાળામાં તાજા અને લીલા શાકભાજી, સલાડ ખાવાની મજા પડે છે. જીજંરા, શેરડી, બોર, ચેરી, જામફળ જેવા ફળ પણ ભરપૂર આવે છે. બાળકોને ભાવતી ચીકી અને મમરાના લાડુ પણ આ ઋતુમાં ખાવામાં આવે છે. વસાણાથી ભરપુર અડદિયા પાક ખાવાથી તાકાત મળે છે. બાળકોને કલરફુલ સ્વેટર અને ટોપી પહેરવાની પણ મજા પડે છે. આમ બાળકોએ આ ઋતુને ખાસ ઋતુ ગણાવી હતી.