હવે ભુજ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે ટંકારા : ટંકારા તાલુકાની મિતાણા તાલુકા શાળાના બે બાળકોએ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. હવે આ બાળકો ભુજ ખાતે યોજાનાર રાજયકક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવા જશે. જી.સી.એસ.આર.ટી. ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ટંકારા તાલુકાના મિતાણા ગામની મિતાણા તાલુકા શાળાના શિક્ષક પટેલ કલ્પેશકુમારના માર્ગદર્શન હેઠળ ધો ૭ ના બાળ વૈજ્ઞાનિક બાંભવા હિતેશ તથા પરમાર ઉમેશ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ બંન્ને વિદ્યાર્થીઓએ વિભાગ ૫માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ટંકારા તાલુકા નું ગૌરવ વધારેલ છે. હવે આ બન્ને વિદ્યાર્થીઓ આગામી તા.૨૪ થી ૨૭ એ ભુજ ખાતે યોજાનાર યોજાનાર રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા જનાર છે. આ તકે વિદ્યાર્થીઓ પર ચોમેરથી શુભેચ્છા સંદેશ વર્ષી રહ્યા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en