મોરબી : ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 8-1-2025ને બુધવારનાં રોજ એક દિવસીય પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોને ગામથી 4 કિલોમીટર દૂર આવેલા મેલડીમાના ધાર્મિક સ્થળે બાળકોને લઈ જવામાં આવ્યા.આ દરમ્યાન બાળકોને ધોરણે પ્રમાણે વિવિધ રમતો રમાડવામાં આવી. ત્યારબાદ આચાર્યએ રમતને વિશે જાણકારી આપી. અને ખાનપર ગામના સરપંચ લીંબડ દિલીપભાઈ બાબુભાઈ તથા ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ કરમશીભાઈ બંને તરફથી તમામને ભોજન કરાવવામાં આવ્યું. આ દરમ્યાન ગામના નવ યુવાનોએ ખૂબ સહકાર આપી સહયોગ આપ્યો હતો. સરકારના નિયમ મુજબ, બેગલેસ ડેની આજે ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ એક દિવસનો પ્રવાસનો આનંદ માણ્યો સાથો-સાથ વિવિધ રમતો રમી અને પુરા દિવસને ખુબ આનંદ અને ઉત્સાહથી મનાવ્યો. શાળા સમય પૂર્ણ થવા સમયે ફરી બધા શાળાએ પરત ફર્યા. આજનાં દિવસનાં આયોજન અને તે મુજબના કાર્ય બદલ શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાનાં તમામ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.