મોરબી : આજરોજ મોરબીની ભોજપરા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના બાળકોને બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત તાજ ફર્નિચરની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં તાજ ફર્નિચરના પાર્ટનર અકબરભાઈ વકાલીયાએ ફર્નિચરના તમામ મશીનો અને તેમાં વપરાતા કાચા માલ વિશે સંપૂર્ણ માહિતી આપી.આ ઉપરાંત તેમણે દરેક મશીનમાં કેવી રીતે કાર્ય થાય છે તે બાળકોને થિયરી અને પ્રેક્ટીકલ દ્વારા સમજાવ્યું હતું. જેમાં સૌપ્રથમ ફર્નિચર માટેની સીટ છે એને કટીંગ કરવા માટેનું મોટું મશીન છે તે બતાવવામાં આવ્યું અને કેવી રીતે સીટ કટીંગ કરે છે તે પણ પ્રેક્ટીકલ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. અત્યારે એલ્યુમિનિયમ સેક્શનમાંથી જે બારી બારણાના ફરમા વગેરે બનાવવામાં આવે છે તે અંગે પણ પ્રેક્ટિકલ સમજ આપી હતી.આ માહિતી ધોરણ 6 થી 8ના બાળકોને ત્રણ ટીમની અંદર અકબરભાઈએ ત્રણ વખત બધું જ થીયરી અને પ્રેક્ટીકલ બંને રીતે બહુ સારી રીતે સમજાવ્યું હતું ત્યારબાદ બધા જ બાળકોને સાથે બેસાડીને પોતે પહેલા જે કંપનીની અંદર કામ કરતા હતા એ કંપનીની અંદર પણ કેવી રીતે કામ કરવામાં આવતું હતું તેની માહિતી આપી હતી. આ વિઝીટને અંતે અકબરભાઈએ બાળકોને સરસ મજાની ફુલ સ્કેપ નોટબુક બોલપેન અને ચોકલેટ આપી હતી. આ વિઝીટ માટે ભોજપરા પ્રાથમિક શાળાના સ્ટાફ અને બાળકોએ અકબરભાઈનો આભાર માન્યો હતો.