(મહમદશા શાહમદાર દ્વારા મોરબી) : હાલમાં રમજાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પઢી રહ્યા છે. રમજાન માસ દરમિયાન વહેલી સવારે 5 વાગ્યા થી ખાવા પીવાનુ બંધ કરીને સાંજના 7 વાગ્યા પછી ખાઈ પી શકાય છે. આમ 14 કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું હોય છે. આ રોજુ ધણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે મોરબીમાં ઘણા નાના બાળકો રોજુ રાખીને ખુદાની ઈબાદત કરી રહ્યા છે. મોરબીના એ.એસ.ન્યુઝના તંત્રી આમદશા શાહમદારના પુત્ર ઈમરાનશા આમદશાના 6 વર્ષના દીકરા અમનશાએ 14 કલાક સુધી રોજુ રાખીને ખુદાની બંદગી કરી ઈમાનનુ સબુત પેસ કર્યું હતું.આ તરફ મોરબીના ગ્રીન ચોક પાસે મોચી શેરીમાં રહેતા 8 વર્ષના શાહરૂખ અસ્લમભાઈ તરિયાએ પણ રમજાન માસમાં રોજુ રાખીને ખુદાની ઈબાદત કરી હતી.ટંકારાની 8 વર્ષની સના એહમદ વડગામાએ 30મુ રોજુ પૂરું કરી પવિત્ર માસમાં ખુદાની બંદગી કરી હતી. પરિવારે રમઝાન માસમાં રોજુ રાખનાર સનાને મુબારકબાદી પાઠવી હતી.