મોરબી : હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી અને ફળો આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે. ત્યારે આજે 11 જાન્યુઆરી ને શનિવારના રોજ મોરબીના નાલંદા કિડ્સના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકોએ ફળો અને શાકભાજીના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. જેમાં બાળકોએ શાકભાજી-ફળોની માર્કેટ ઉભી કરી હતી. બાળકોએ જાતે જ ફળોનું અને શાકભાજીનું વેચાણ કર્યું હતું. સાથે જ ક્યાં ફળમાંથી ક્યું વિટામિન મળે અને શાકભાજી ખાવાથી શું ફાયદા થાય છે તે વિશે બોલીને એકબીજાને સમજણ આપી હતી.