ન્યુજર્સીમાં ભારતીય બાળકોએ ફ્રુટ અને બોલપેન વેચીને ગરીબ પરિવારો માટે 200 ડોલર (20 હજાર રૂપિયા) એકત્ર કર્યામોરબી અપડેટ : અમેરિકામાં વસેલા પરંતુ મૂળ ભારતીય સંસ્કારોને વરેલા બાળકોએ અમેરિકામાં સેવાયજ્ઞ કરી અનોખી પ્રેરણા આપી છે. ન્યુજર્સી રાજ્યના પારસીપની શહેરમાં રહેતા મૂળ ગુજરાતના બાળકોએ ભેગા મળીને પોતાના ઘરની આગળના ભાગમાં રોડ પર એક ટેબલ ગોઠવીને સ્ટોલ ઊભો કર્યો હતો. આ સ્ટોલ પર તેમણે ફુટ, જ્યુસ, બોલપેન તેમજ અન્ય નાની-મોટી વસ્તુઓ વેચવા માટે રાખી હતી.આ વસ્તુઓ વેચીને જે કોઈ પણ રકમ એકઠી થાય તે ગરીબ પરિવારો અને કેન્સરથી પીડિત દર્દીઓની સારવાર અને સહાય માટે આપવાનો આ બાળકોનો ઉમદા હેતુ હતો. બાળકોના આ નાનકડા અને નિર્દોષ પ્રયાસથી 200 ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ અંદાજે 20,000 રૂપિયાનું ભંડોળ એકઠું થયું હતું, જે તેઓ સેવાકાર્યમાં વાપરશે.આ પ્રેરણાદાયક કાર્ય કરનાર બાળકોમાં સ્વરા, મોક્ષ, રાધી, આજ્ઞા, ગ્રંથ અને અંશ વગેરેનો સમાવેશ થાય છે. આ બાળકો અમેરિકામાં જન્મ્યા હોવા છતાં તેમના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે, જેમાં મોરબી જિલ્લાના ખાખરેચી ગામ અને અમદાવાદના પરિવારોના આ બાળકો છે. વિદેશની ધરતી પર પણ ગુજરાતી પરિવારોના બાળકોએ પોતાના સેવાકીય સંસ્કારો ઉજાગર કર્યા છે.#MorbiUpdate #USA #NewJersey #NRIKids #Charity #CancerPatientsHelp #ProudGujarati #Morbi #Ahmedabad #Khakhrechi