મોરબી : ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી મળી આવેલ બાળકીનું ચાઈલ્ડ લાઈન ટીમના પ્રયાસોથી વાલી સાથે મિલન કરાવી બાળકીને સોંપી આપવામાં આવી હતી. ગઈકાલે રાત્રીના સમયે મોરબી સીટી એ ડીવીઝન ખાતેથી રાત્રે ૮ વાગ્યે એક બાળકી મળી આવેલ હતી. આ બાળકીનુ નામ રૂકસાના (મુસ્કાન) જેની ઉંમર આશરે ૧૫ વર્ષની આસપાસ હોય પોલીસ દ્વારા ચાઈલ્ડ લાઈન ટીમ ૧૦૯૮ને સોંપવામાં આવી હતી. આ બાળકીને ચાઈલ્ડ લાઈન ટીમ કો-ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડાની ટીમને સોપવામાં આવતા બાળકીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપી પૂછપરછ કરવામાં આવતા ગઈકાલે બપોરે તેણી ઘરેથી નીકળી ગયેલ હોવાનું જણાવેલ હતું. બાદમાં બાળકીના માતા તથા ભાઈ અંગે જાણકારી મળી હતી. અને તેઓ બાળકીને લેવા માટે આવતા ખરાઈ કર્યા બાદ વાલીને સોપી દેવામાં આવેલ હતી. આ કામગીરી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ચાઈલ્ડ લાઇન પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા, ટીમ મેમ્બર કિરણબા વાઘેલા, ભાવેશ ચૌહાણ, નમીરા બ્લોચ, જેનિમભાઈ તેમજ CWC ચેરમેન રાજેશભાઈ બદ્રકિયા તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ ટીમનાં સહિયારા સંકલનથી કરવામાં આવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..