મોરબી : બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા સંકલિત બાળ સુરક્ષા યોજના, બાળ અધિકારો, બાળ મજૂરી, બાળ લગ્ન , સમાજ સુરક્ષાની યોજનાઓ અંગે તાલીમી કાર્યક્રમ હળવદ, મોરબી, માળીયા તાલુકાના સરવડ ગામે યોજાયો હતો. જેમાં ૩૪૯ આશાવર્કર હેલ્થવરકર બહેનોને બાળકો માટેની સરકારની વિવિધ યોજનાઓની કીટ અપાઈ હતી. આ પ્રસંગે ડો.વિપુલ શેરસિયા, રોશનીબેન પટેલ હિતેશભાઇ ગુપ્તા, રંજનબેન મકવાણા, સમીરભાઈ લઘડ, વિશાલ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.