વિદ્યાર્થીઓને લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ કરવા કરાયું અનોખું આયોજન: ધોરણ 3 થી 8 ના 154 વિદ્યાર્થીઓએ કર્યું મતદાનમોરબી : મોરબી તાલુકા અને જિલ્લામાં આવેલી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં 04-07-2026 ને શનિવારના રોજ સરકારના નિયમ મુજબ 'બેગલેસ ડે' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત સૌપ્રથમ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓ લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે ઉમદા હેતુથી શાળામાં બાલ સાંસદની ચૂંટણી યોજવામાં આવી હતી.આ ચૂંટણીમાં શાળાના ધોરણ 3 થી 8 ના કુલ 158 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી હાજર રહેલા 154 મતદારોએ કુલ 14 ઉમેદવારોમાંથી પોતાની પસંદગીના ઉમેદવારને વિજેતા બનાવવા માટે મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકપ્રિય ઉમેદવાર સોલંકી સુરેજ સૌથી વધારે 45 મત મેળવીને તથા જીવાણી એંજલ 23 મત મેળવીને વિજેતા બન્યા હતા. વિદ્યાર્થીઓએ આ આનંદમયી શનિવારને ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવ્યો હતો.આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને કાર્યક્રમનું સફળ આયોજન શાળાના તમામ શિક્ષકોના માર્ગદર્શન અને મહેનત હેઠળ કરવામાં આવ્યું હતું. આજના દિવસના સુંદર આયોજન અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ શાળાના આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાના તમામ શિક્ષકો ચિકાણી રમણિકલાલ, ગોસાઈ રોહિતભાઈ, દેવમુરારી હિનાબેન, રાજપરા ભગવતીબેન, ફુલતરિયા જલ્માબેન, દલસાણિયા મિનાક્ષીબેન, વિરડા ભાવનાબેન તથા સરડવા ભૂમિકાબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #Khanpar #BaglessDay #BalSansad #StudentElection #Education #GujaratSchools