શ્રમ આયુક્ત કચેરી દ્વારા દરોડો પાડવામાં આવતા નવ વર્ષના બાળક પાસે કરાવાતી હજી મજૂરીમોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલ કેપિટલ માર્કેટમાં બે દુકાનમાં શરૂ કરવામાં આવેલ શ્રીજી રેસ્ટોરન્ટમાં બાળ શ્રમિકને કામે રાખવામાં આવ્યા હોવાની બાતમીને આધારે શ્રમ આયુક્ત કચેરીની સંયુક્ત ટીમોએ દરોડો પાડતા એક નવ વર્ષના બાળક પાસે વાસણ સાફ કરાવવામાં આવતા હોવાનું સામે આવતા રેસ્ટોરન્ટ માલિક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.મોરબી શ્રમ આયુક્તની કચેરી તેમજ જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા ગઈકાલે બાતમીને આધારે રવાપર રોડ પર કેપિટલ માર્કેટમાં આવેલ શ્રીજી રેસ્ટોરન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન શ્રીજી રેસ્ટોરન્ટમાં માલિક આરોપી અશ્વિન શંભુભાઈ ચોથાણી રહે.શ્રી કુંજ સોસાયટી, જીઆઇડીસી પાસે મોરબી વાળાએ પોતાના રેસ્ટોરન્ટમાં માત્ર 9 વર્ષની ઉંમરના બાળકને રૂ.5 હજાર પગારમાં વાસણ સાફ કરવા માટે કામે રાખ્યો હોવાનું સામે આવતા મોરબી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોત્તમભાઈ જોષીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ બાળ અને તરુણ કામદાર અધિનિયમ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.