મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં રહેતી એક બાળકીને અજાણ્યું જાનવર કરડી જતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.મોરબીના મહેન્દ્રનગરમાં ટીંબા વાડી પાસે ઝુપડીમા રહેતા ઇશ્વરભાઇ ડાભીની 11 વર્ષીય દીકરી નંદનીને ગઈકાલે તા. 14 જુલાઈના રોજ પોતાના ઘરે કોઇ અજાણ્યુ ઝેરી જાનવર કરડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.