મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીક વિટ્રીફાઈડ કંપનીમાં રમતી વખતે કાચ વાગતા બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગત તા. 5ના રોજ મોરબીના પીપળી રોડ પર બેલા ગામ પાસે લેકમી વિટ્રીફાઈડ કંપનીમાં 4 વર્ષનો જગનભાઈ દિલીપભાઈ વસાવા લેકમી વિટ્રીફાઈડ કંપનીમા રમતો હતો. તે વખતે માથા પર કાચ પડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. આથી, તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું છે.