મોરબી : મોરબી શહેરના ધરમપુર રોડ ઉપર લાભનગરમા રહેતા બટુકભાઇ જોશીના બે વર્ષના પુત્ર રાજેશને પોતાના ઘેર કોઈ કારણોસર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.