મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ હોલો સેનેટરી નામના કારખાનામાં રહેતા રાજેશભાઈ સોલંકીના નવ વર્ષના પુત્ર ક્રિષ્ના રાજેશભાઈ સોલંકીને ગઈકાલે બપોરના સમયે કોઈ કારણોસર ઉલ્ટી -ઉબકા શરૂ થયા બાદ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.