વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર નજીક આવેલ મિનરલ ફેકટરીમાં માટી ખાતામાં કામ કરતી મહિલાના એક વર્ષના માસૂમ બાળકને લોડર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચ્યા બાદ બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર લાકડધાર નજીક આવેલ સનરાજ મિનરલ નામના કારખાનામા માટી ખાતામાં કામ કરતા રાધાબેન ખેલસિંગ ભાભર નામના મહિલાના બે પુત્રો નજીકમાં રમી રહ્યા હતા ત્યારે કાર્તિક ઉ.1 નામના બાળકને લોડર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતક કાર્તિકના માતા રાધાબેને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લોડર ચાલક અન્નાસિંગ માવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.