શોભેશ્વર રોડ ઉપર બનેલો વિચિત્ર બનાવમોરબી : મોરબી શહેરના શોભેશ્વર રોડ પર વિચિત્ર દુર્ઘટના સર્જાઈ હતી. ઘરના આંગણામાં રમી રહેલ દોઢ વર્ષનું બાળક નાના ગલુડિયા પાછળ દોડવા જતા ફળિયામાં ઉકળતા પાણીના તપેલા પર પટકાતા દાઝી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના શોભેશ્વર રોડ પર આવેલ મફતિયાપરામાં રહેતા ગોવિંદભાઇ ગમારાનો દોઢ વર્ષનો પુત્ર શિવમ ગત તા.18ના રોજ રાત્રીના સમયે ઘરના આંગણામાં રમતો હતો ત્યારે રમતા રમતા કુતરીના ગલુડિયા પાછળ દોડવા જતા ઠેસ આવતા ઉકળતા પાણીના તપેલા પર પડતા શરીરે દાઝી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડતા સારવાર દરમિયાન તા.23ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.