મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર યદુનંદન ગૌશાળા નજીક મચ્છુ નદી પાસે સાયકલ ઉપરથી પડી જતા ઇજાગ્રસ્ત થયેલ કચ્છના રાપર તાલુકાના કાનમેર ગામના ધવલ બાબુભાઇ ભરવાડ ઉ.14 માસ નામના બાળકને ગત તા.30 ડિસેમ્બરના રોજ ઇજાઓ પહોચતા પ્રથમ રાધનપુર ખાનગી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.2 જાન્યુઆરીના રોજ મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.