વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસર ગામની નદીમાં ડૂબી જવાથી માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આ કરુણ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા કિશનભાઇ મુનાભાઇ ધામેચા (ઉ.વ.6) નામના માસુમ બાળકનું ગઈકાલે તા.29 ના રોજ કોઈ કારણોસર પંચાસર ગામે આવેલ નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં હતભાગી બાળક ડેડબોડી મળી આવતા તેને પીએમ અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. ધુળેટીના દિવસે જ વ્હાલસોયા બાળકનું ડૂબી જવાથી મોત થતા તેના પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ છે.