વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ રામુજી સિરામિક ફેકટરીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની ભરતભાઇ પ્રસાદનો સાડાત્રણ વર્ષનો પુત્ર દેવકરણ કોઈ કારણોસર ફેકટરી પાસે આવેલ પાણીના ખાડામાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.