માસૂમ બાળક રમતા રમતા તળાવ પાસે પહોંચી ગયા બાદ ઊંડા પાણીમાં ગરક થઈ ગયુંમોરબી : મોરબી તાલુકાના જીવાપર ગામે ઘર પાસે રમી રહેલ માસૂમ બાળક રમતા રમતા ઘરની સામે આવેલ તળાવ પાસે પહોંચી ગયા બાદ તળાવના ઊંડા પાણીમાં ગરક થઈ જતા પાણીમાં ડૂબી જવાથી ચાર વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બાળકના મૃત્યુના બનાવથી નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જીવાપર ગામે રહેતા બળદેવભાઈ કાંતિલાલ હમીરપરાનો પુત્ર ગોપાલ બળદેવભાઈ હમીરપરા ઉ.4 ગઈકાલે બપોરના સમયે ઘર પાસે રમતો હતો ત્યારે રમતા રમતા ઘર પાસે આવેલ તળાવ કાંઠે પહોંચી ગયો અને તળાવના પાણીમાં ગરક થઈ જતા પાણીમાં ડૂબી જવાથી ચાર વર્ષના માસૂમ ગોપલનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.