મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઇન્દીરાનગર નજીક આવેલ ધર્મનગર પાસે જીજે - 06 - એચએન - 5754 નંબરના બાઈક ચાલકે ગત તા.27ના રોજ સાંજના સમયે શિવમ હોસ્પિટલ નજીક ગફલતભરી રીતે પોતાનું બાઈક ચલાવી રિયાઝ સબીરભાઈ મુલ્લા ઉ.12 નામના બાળકને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતા સબીરભાઈ ઉમેદભાઈ મુલ્લાએ બી ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.