મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી સંચાલિત મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 18 ઓગસ્ટે મોરબીની સાર્થક વિદ્યામંદિર મુકામે યોજાઈ હતી. જેમાં નિર્મલ વિદ્યાલયના બાળ કલાકારોએ ઉત્સાહ ભેર ભાગ લઈને વિવધ સ્પર્ધાઓમાં પોતાની કૃતિ રજુ કરીને નંબર મેળવ્યા છે.જેમાં દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં નિર્મલ વિદ્યાલયના પ્રણવ દીપકભાઈ બરાસરાએ પ્રથમ નંબર, કાવ્યા ઘનશ્યામભાઈ બરાસરાએ દ્વિતીય નંબર મેળવ્યો હતો. લોકવાર્તા સ્પર્ધામાં શ્રીના લિખિયાએ દ્વિતીય નંબર, યક્ષ કાચરોલાએ તૃતીય નંબર મેળવ્યો હતો. એકપાત્રિય અભિનય-અ વિભાગમાં વિરા ઘોડાસરાએ તૃતીય નંબર, બ વિભાગમાં મોક્ષ સંઘાણીએ તૃતીય નંબર તેમજ લોકવાદ્ય સંગીત બ વિભાગમાં કાર્તિક ઝાલાએ બીજો નંબર મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ નિર્મલ વિદ્યાલયના ટ્રસ્ટીઓ, આચાર્યો તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.