મામ વેપારીઓ શુભ મુહૂર્તમાં લક્ષ્મીપૂજન કરશે, શોપિંગ મોલ, મોટા શો, રૂમ સહિતની અનેક દુકાનો કાલથી લાભપાંચમ સુધી બંધ, અમુક દુકાનો ભાઈબીજ કે ત્રીજથી શરૂ થઈ જશે, એકંદરે બજાર લાભપંચમેં પુનઃ ધમધમી ઉઠશે મોરબી : મોરબીમાં આજે દિવાળી પર્વને લઈને દરેક લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ વખતે કોરોનાનો કોઈ ડર જ ન હોવાથી લોકો અગાઉની જેમ જ આ દિવાળીની ધૂમધડાકાભેર ઉજવણી કરી રહ્યા છે. તેથી આજે બજારોમાં દિવાળીના શોપિંગ માટે છેલ્લી ઘડી સુધી ચિક્કાર ભીડ રહી છે. મોડીરાત્રી સુધી બજારો ધમધમતી રહેશે.શોપિંગ મોલ, મોટા શો, રૂમ સહિતની અનેક દુકાનો કાલથી લાભપાંચમ સુધી બંધ, અમુક દુકાનો ભાઈબીજ કે ત્રીજથી શરૂ થઈ જશે, એકંદરે બજાર લાભપંચમેં પુનઃ ધમધમી ઉઠશે. મોરબીમાં આજે દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દરેક ઘર અને સમગ્ર શહેરમાં અનોખી રોશનીની સજાવટ કરવામાં આવી છે. દરેક ઘરના આંગણા કલાત્મક અને મનમહોક રંગોળીથી દિપી ઉઠ્યા છે. તેમજ ઘરના આંગણે આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે. તમામ વેપારીઓ શુભ મુહૂર્તમાં લક્ષ્મીપૂજન કરશે. દિવાળીના પૂર્વ ઉપર દરેક લોકો મીઠાઈ ફરસાણ આરોગીની રાતભર ફટાકડાની આતીશબાજી કરીને દિવાળી ઉજવશે અને આવતીકાલે નવા વર્ષના દિવસે તમામ લોકો પોતાના સગા સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો સહિતનાને સાલમુબારક કહીને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે. જો કે આજે દિવાળી નિમિતે હેપ્પી દીપાવલીના મેસેજનો સોશ્યલ મીડિયામાં ભારે મારો ચાલ્યો છે અને આવતીકાલે પણ સાલ મુબારક અને નૂતન વર્ષાભીનંદનનો મારો ચાલશે. દિવાળી પર્વ ઉપર વખતે બજારોની રોનક જ કંઈક ઓર છે. ગયા વર્ષ કરતા આ વખતે દિવાળી લોકોએ મનભરીને શોપિંગ કર્યું છે અને આજે પણ છેલ્લી ઘડી સુધી દિવાળીનું શોપિંગ માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી છે. શહેરના નહેરુ ગેઇટ ચોક, પરાબજાર, ગ્રીનચોક, નવાડેલા રોડ સહિતના મુખ્ય બજાર વિસ્તારોમાં આજે દિવાળીના દિવસે પગ મુકવાની જગ્યા ન હોય તેવી ભીડ જોવા મળી છે. આવતીકાલથી બજારોમાં રજાનો માહોલ શરૂ થઈ જશે. ઘણા વેપારીઓને સારી ઘરાકી થતા કાલથી પરિવાર સાથે રજા માણવા ઉપડી જશે. આથી શોપિંગ મોલ, મોટા શો, રૂમ સહિતની અનેક દુકાનો કાલથી લાભપાંચમ સુધી બંધ, અમુક દુકાનો ભાઈબીજ કે ત્રીજથી શરૂ થઈ જશે, એકંદરે બજાર લાભપંચમેં પુનઃ ધમધમી ઉઠશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..