મોરબી:મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો માર્ચ-૨૦૧૯ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૮ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે, જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદો ૧૦મી માર્ચ-૨૦૧૯ સુધીમાં સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાના રહેશે. તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકા મથકે મામલતદાર કચેરીમાં યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્ર્નો તેમને પહોંચતા કરવાના રહેશે તેમજ ગ્રામ સ્વાગતમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્ર્નો/રજૂઆત અંગેની અરજી ‘‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’’ તેમ લખીને સંબંધિત ગામના તલાટી/મંત્રીશ્રીને સંબોધીને પહોંચતી કરવી. અરજી મોકલનાર અરજદારે લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા, અગાઉ સંબધીત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી, અગાઉ રજુ કરેલ પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવુ, પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું પુરૂ નામ,/પુરેપુરૂ સરનામું, અને ફોન નંબર લખવાનો રહેશે, અરજીમાં અરજદારશ્રીની સહી હોવી જરૂરી છે,અરજીસ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે હોવી જરૂરી છે, અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે,સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજુ કરી શકશે નહી, પ્રશ્ન અરજદારશ્રીનો પોતાનો હોવો જોઈએ-બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહી, કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો,અંગત રાગઘ્વેશને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી, તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સંબધીત મામલતદારશ્રીને અરજી કરવાની રહેશે. મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી, મોરબી ખાતે રજુ કરવાનાં રહેશે અન્ય ખાતાના પ્રશ્નો હોયતો તે પ્રશ્નો જેતે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ લેવી. જયારે (૧)મહેસુલી તંત્ર (ર)જિલ્લા પંચાયત (૩)પોલીસ વિભાગ (૪)ગુજરાત વિઘુતબોર્ડ (પ)એસ.ટી.(૬) પાણી પુરવઠા બોર્ડ (૭)નગરપાલીકાના પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, મોરબી ખાતે તા૨૮ માર્ચના રોજ સવારનાં ૧૧.૦૦ કલાકે કચેરીનાં સભાખંડમાં સંબંધિત ખાતાનાં અધિકારીઓ અને કલેકટરશ્રી સાંભળશે.આ સિવાયના અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા કલેકટર કચેરી ખાતે થશે નહી. આ સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં તેજ દિવસે ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ પ્રશ્નોનો નિકાલ કરશે. જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રી, કેતન જોષી મોરબી દ્વારા જણાવાયું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en