સરકારી વિભાગો અને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂમોરબી : મોરબીમાં આગામી તા.24ને શનિવારના રોજ મુખ્યમંત્રી આવી રહ્યા છે. મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે સરકારી વિભાગો અને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આજે ગુરૂવારે મંત્રી કાંતિલાલ અમૃતિયા ઉમા ટાઉનશીપ ખાતેના પોતાના કાર્યાલયે વોર્ડ વાઇઝ બેઠક શરૂ કરી છે. આ માટે દરેક હોદેદારો અને કાર્યકરોને હાજર રહેવાની સૂચના પણ જારી કરાઈ હતી.આ અંગે વિગતો આપતા શહેર ભાજપ પ્રમુખ રિસીપભાઈ કૈલા દ્વારા જણાવાયુ છે કે તા.24 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી મોરબી પધારી રહ્યા છે. તેઓના હસ્તે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે. જેની તૈયારીના ભાગરૂપે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં આજે ગુરૂવારે વોર્ડ વાઇઝ બેઠક યોજાઈ રહી છે. મોરબી શહેરમાં રહેતા જિલ્લાના હોદ્દેદારો, મોરબી શહેરની પૂરી ટીમ તમામ મોરચાઓ, પૂર્વ કાઉન્સિલર, વોર્ડ પ્રભારી, ક્લસ્ટરના ઇન્ચાર્જ, તેમજ સક્રિય કાર્યકર્તાઓ આ બેઠકમાં હાજર રહેવાના છે. સવારે 9:00 કલાકથી આ બેઠકો શરૂ થઈ હતી. જે તબક્કાવાર સાંજે 5:30 વાગ્યા સુધી ચાલવાની છે.