જિલ્લાના રોડ રસ્તાના કુલ 49 પૈકી 33 કામોના લોકર્પણ અને 16ના ખાતમુહૂર્ત : મોરબીથી જડેશ્વરને જોડતો માર્ગ 55.67 કરોડના ખર્ચે પહોળો થશે : નવો રિંગ રોડ અને ઇન્ડસ્ટ્રીઝના રોડની જાહેરાત થવા સંભાવનામોરબી : મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ આજે પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીના મહેમાન બનશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરના સમયે મોરબી આવશે અને તેમના હસ્તે મોરબી જિલ્લાના પાંચ તાલુકાના કુલ 49 રોડ રસ્તાના વિકાસ કામોના કુલ 187.46 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ તેઓ કાર્યક્રમ સ્થળ રવાપર રોડ રામેશ્વર ફાર્મ ખાતે સભાને પણ સંબોધન કરશે.રાજ્યના મુખ્યમંત્રી આજે મોરબીની મુલાકાતે આવી રહ્યા હોય સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના કુલ 49 પ્રકલ્પોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે જેમાં મુખ્યત્વે રોડ રસ્તાના કામો છે, આ ઉપરાંત હળવદ ખાતે મયુર ડેરીના ચિલિંગ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંદાજે ત્રણેક વાગ્યા આસપાસ હેલીકૉપટર મારફતે મોરબી આવશે અને સીધા જ કાર્યક્રમ સ્થળ રામેશ્વર ફાર્મ રવાપર રોડ ખાતે પહોંચશે.વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીની મુલાકાત દરમિયાન મહાનગર પાલિકાને લગતી વિશેષ યોજનાની જાહેરાત કરે તેવા સંકેતો વચ્ચે મુખ્યમંત્રી મોરબીને નવા રિંગરોડની ભેટ આપવાની સાથે જ સીરામીક ક્લસ્ટર માટેના આંતરિક રોડ રસ્તા માટે પણ વિશેષ જાહેરાત કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. ખાસ કરીને મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના પ્રકલ્પોમાં મોરબીના રવાપરથી સજ્જનપર-ધુનડા અને જડેશ્વરને જોડતા માર્ગને 55.67 કરોડના ખર્ચે પહોળો કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ રોડ પહોળો બનતા પ્રવાસન સ્થળ જડેશ્વરનો વધુ વિકાસ થશે ઉપરાંત અનેક લોકો માટે આ માર્ગ ઉપયોગી બને તેમ હોવાનું જાહેર કરાયું છે. બીજી તરફ મુખ્યમંત્રીના આવકારવા મોરબીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મુખ્યમંત્રીને આવકારવા રવાપર રોડ ઉપર ઠેર-ઠેર વિશાળ હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે._______________________________મુખ્યમંત્રીના હસ્તે થશે 33 લોકાર્પણ અને 16 ખાતમુહૂર્તમોરબી આવી રહેલા મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 187.46 કરોડના ખર્ચે કુલ 49 વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે જેમાં ટંકારા તાલુકાના 19, મોરબી માળીયા વિસ્તારના 12, હળવદના 11 અને વાંકાનેર વિધાનસભા વિસ્તારના કુલ 7 વિકાસ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં લોકાર્પણ થનાર મોટા ભાગના પ્રકલ્પ રોડ-રસ્તા રિસરફેસીંગના હોવાનું જાણવા મળે છે._______________________________ક્યાં ક્યાં કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે ?1. ટંકારા - મીતાણા વીરવાવ રોડ રીસરફેસિંગ Rs. 2.50 કરોડ -ખાતમૂહૂર્ત2. ટંકારા - સજનપર એપ્રોચ રોડ જોઈનીંગ લજાઈ જડેશ્વર રોડ રીસરફેસિંગ- Rs. 1.00 કરોડ- ખાતમૂહૂર્ત3. ટંકારા - નાની વાવડી જોઈનીંગ નવલખી રોડ રીસરફેસિંગ - Rs. 3.00 કરોડ -ખાતમૂહૂર્ત4. ટંકારા - એસ એચ થી ધ્રોલીયા રોડ રીસરફેસિંગ - Rs. 2.00 કરોડ -ખાતમૂહૂર્ત5. ટંકારા - એસ એચ થી ભૂતકોટડા રોડ રીસરફેસિંગ- Rs. 1.00 કરોડ -ખાતમૂહૂર્ત6. મોરબી એન એચ થી લખધીરપુર કાલિકાનગર નીચીમાંડલ રોડ વાઈડનીંગ - Rs. 35.00 કરોડ - ખાતમૂહૂર્ત7. મોરબી લીલાપરથી વીરપર રોડ નોન પ્લાન કાચાથી પાકા - Rs.20.00 કરોડ - ખાતમૂહૂર્ત8. માળિયા બોકસ કલવર્ટ ઓન રાયસંગપર મેઘપર દેરાળા મહેન્દ્રગઢ રોડ - Rs. 40 લાખ - ખાતમૂહૂર્ત9. હળવદ -રણમલપુર એંજાર રોડ રીસરફેસિંગ - Rs.1.00 કરોડ - ખાતમૂહૂર્ત10. હળવદ - માલણીયાદ અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.1.35 કરોડ - ખાતમૂહૂર્ત11. હળવદ - મંગલપુર અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.50 લાખ - ખાતમૂહૂર્ત12. વાંકાનેર - બોક્સ કલવર્ટ ઓન કેરાળા લુણસરિયા રોડ - Rs.1.50 કરોડ - ખાતમૂહૂર્ત13. મોરબી - બોક્સ કલવર્ટ ઓન શનાળા (ત.)થી ઘૂટું રોડ - Rs.50 લાખ - ખાતમૂહૂર્ત14. માળિયા - એન એચ થી હરીપર રોડ સીસી રોડ- Rs.40 લાખ - ખાતમૂહૂર્ત15. ટંકારા - એસ.એચ. થી સાવડી એપ્રોચ રોડ નોન પ્લાન કાચાથી પાકા - Rs.25 લાખ - લોકાર્પણ16. ટંકારા - કલ્યાણપર એપ્રોચ રોડ (ઓરપેટ કન્યા છાત્રાલય રોડ) સીસી રોડ - Rs.70 લાખ - લોકાર્પણ17. મોરબી - શકત શનાળા જોઈનીંગ મોરબી રવાપર ઘુનળા રોડ રીસરફેસિંગ - Rs.1.25 કરોડ- લોકાર્પણ18. મોરબી - મોરબી પાનેલી ગીડચરોડ રીસરફેસિંગ - Rs.1.25 કરોડ -લોકાર્પણ19. મોરબી - એન.એચ. થી મકનસર રેલ્વે સ્ટેશન સુધીનો રસ્તો (નોન પ્લાન) સીસી રોડ - Rs.50 લાખ - લોકાર્પણ20. મોરબી - મોરબી નાની વાવડી રોડ થી કબીર આશ્રમથી ભૂમિ ટાવરથી નેસ્ટ સ્કુલ સીસી રોડ - Rs.50 લાખ - લોકાર્પણ21. મોરબી - નીચી માંડલ (એસ.એચ. મોરબી-હળવદ) થી રાતાભેર રોડ ૭.૦૦ મી વાઈડનીંગ - Rs.2.50 કરોડ - લોકાર્પણ22. મોરબી - મોરબી ધરમપુર- સાદુળકા રોડ રીસરફેસિંગ- Rs.1.80 કરોડ - લોકાર્પણ23. મોરબી - રવાપર(નદી) થી સાદુળકા રોડ રીસરફેસિંગ - Rs.2.00 કરોડ - લોકાર્પણ24. મોરબી - બેલા શનાળા (ત) રોડ રીસરફેસિંગ - Rs.2.00 કરોડ - લોકાર્પણ25. મોરબી - ગુંગણ અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.40 લાખ - લોકાર્પણ26. મોરબી - ભક્તિનગર અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.80 લાખ - લોકાર્પણ27. માળિયા એસ.એચ થી તરઘડી રોડ રીસરફેસિંગ - Rs.1.10 કરોડ - લોકાર્પણ28. માળિયા - સી.એચ થી માણાબા રોડ રીસરફેસિંગ - Rs.55 લાખ -લોકાર્પણ29. માળિયા- માણાબાથી સુલતાનપુર ચીખલી રોડ રીસરફેસિંગ - Rs.1.30 કરોડ લોકાર્પણ30. માળિયા -એનએચ થી માળિયા અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.25 લાખ- લોકાર્પણ31. વાંકાનેર - માટેલ જામસર વરડુસર રોડ રીસરફેસિંગ - Rs.2.50 કરોડ - લોકાર્પણ32. વાંકાનેર કોઠારીયા જડેશ્વર રોડ રીસરફેસિંગ - Rs.60 લાખ - લોકાર્પણ33. વાંકાનેર એન.એચ થી વઘાસીયા અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.50 લાખ -લોકાર્પણ34. હળવદ - ઘનશ્યામપુર કોયબા ધવાણા રોડ રીસરફેસિંગ - Rs.1.50 કરોડ લોકાર્પણ35. હળવદ - પલાસણ ભલગામડા રોડ રીસરફેસિંગ - Rs.80 લાખ -લોકાર્પણ36. હળવદ - રણછોડગઢ અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.60 લાખ - લોકાર્પણ37. હળવદ - જુના...