જટિલ પ્રશ્નોના નિવારણ માટે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિના નિયમ અનુસાર કાર્યવાહી કરી નિવારણ લાવવા સૂચના મોરબી: રાજ્યના ખેડૂતો અને ગ્રામીણ નાગરિકો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લીધો છે. પ્રમોલગેશન થયેલા ગામોમાં જમીન માપણી દરમિયાન રહી ગયેલી ક્ષતિઓ સુધારવા માટે હવે સમગ્ર રાજ્યમાં એકસમાન પદ્ધતિ અને 'ભૂમિ સીમાંકન' દ્વારા આયોજનબદ્ધ નિકાલ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી મહેસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વેગ મળશે.જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ બનશેજમીન માપણીની ભૂલો સુધારવા માટે દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં 'ભૂમિ સીમાંકન સમિતિ' કાર્યરત કરવામાં આવશે. આ સમિતિમાં નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, DILR અને મામલતદાર સહિતના અધિકારીઓનો સમાવેશ થશે, જેઓ જિલ્લા સ્તરે કામગીરીની સમીક્ષા કરશે.૭ કેટેગરી મુજબ થશે અરજીઓનો નિકાલક્ષતિ સુધારણાની અરજીઓના ઝડપી નિકાલ માટે મહેસૂલ વિભાગ દ્વારા ૭ અલગ-અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે: • સરકારી કે જાહેર હિતની જમીનમાં ઘટાડો ન થયો હોય તેવી અરજીઓ. • જ્યાં કોઈ વાંધા અરજીઓ પેન્ડિંગ ન હોય. • ૩૦% થી વધુ સર્વે નંબરોમાં કબજા ફેરફાર કે ક્ષેત્રફળમાં ફેરફાર હોય તેવી જટિલ બાબતો. • જે ગામોમાં પ્રમોલગેશન બાકી હોય તેવી વિગતો. • ગામના વાંધાઓ એક વિસ્તાર સુધી સીમિત હોય.મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા સ્થળ પર જ ઉકેલખેડૂતોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી છે. જટિલ પ્રશ્નોના નિવારણ માટે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ રચવામાં આવશે. જે જમીન મહેસૂલ અધિનિયમની વિવિધ કલમો હેઠળ સ્થળ પર જ નિયમાનુસાર કાર્યવાહી કરી પ્રશ્નોનો ઉકેલ લાવશે. આ માટે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારોને વધુ સત્તાઓ સોંપવામાં આવી છે.મુખ્યમંત્રીના આ અભિગમથી વર્ષોથી લંબાયેલા જમીન માપણીના પ્રશ્નોનો ઝડપી અને પારદર્શક ઉકેલ આવશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો ખેડૂતોને મળશે.#MorbiUpdate #GujaratGovernment #BhupendraPatel #LandRecords #FarmerWelfare #RevenueDepartment #GujaratNews #LandSurvey