આવતીકાલે સવારે 7:45 કલાકે દાદા ભગવાનના જન્મજયંતી મહોત્સવમાં હાજરી આપશેમોરબી : મોરબીમાં રાત્રીના 11 વાગ્યાના અરસામાં મુખ્યમંત્રીનું આગમન થયું છે. તેઓ આજે રાત્રે સર્કિટ હાઉસમાં રોકાણ કરવાના છે. ત્યારબાદ તેઓ વહેલી સવારે દાદા ભગવાનના જન્મજયંતિ મહોત્સવમાં હાજરી આપવાના છે.મોરબીમાં આજથી દાદા ભગવાનના 118મા જન્મજયંતી મહોત્સવનો પ્રારંભ થયો છે. તા. 9 નવેમ્બર સુધી રવાપુર-ઘુનડા રોડ પર 32 લાખ ચોરસ ફૂટના વિશાળ ક્ષેત્રમાં આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ મુખ્યમંત્રી પધારવાના હતા. પણ આજની વિઝીટ અંતિમ ઘડીએ રદ થઈ હતી. મુખ્યમંત્રીએ અનિવાર્ય સંજોગોને કારણે આજે હાજરી આપી ન હતી. વધુમાં મુખ્યમંત્રી રાત્રે 10 :30 વાગ્યાના અરસામાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ રાત્રે 11 વાગ્યા આસપાસ મોરબી પહોંચી ગયા છે. મુખ્યમંત્રી રાત્રી રોકાણ સર્કિટ હાઉસ ખાતે કરવાના છે. ત્યારબાદ તેઓ આવતીકાલે સવારે 7:45 દાદા ભગવાનના જન્મજયંતીના કાર્યક્રમમાં હાજરી આપવાના છે.