મોરબી : સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસના આજે અંતિમ દિવસે આજે મોરબીના શિવાલયોમાં આજે શીવભક્તિનું ઘોડાપુર ઉમટવાની સાથે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રાવણમાસના અંતિમ સોમવારે આજે મોરબીના જાડેશ્વર,શોભેશ્વર,ટેઇલોકધામ સહિતના શીવમંદિરોમાં ભવિકજનોની ભારે ભીડ વચ્ચે છેલ્લા દિવસે દુગ્ધભિષેક,બિલ્વપત્ર અભિષેક સહિતના ધાર્મિક કાર્યો લોકોએ કર્યા હતા. બીજી તરફ શ્રાવણમાસના અંતિમ દિવસને કારણે શિવાલયોમાં પણ અનોખા અને અદભુત શણગાર સાથે મંદિરોમાં અદભુત માહોલ જોવા મળ્યો હતો. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='8849,8850,8851,8853,8854']