તમામ શાખાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું, સ્થાનિક પોલીસે એ ટુ ઝેડ વિગતો આપી : 7મી સુધી રહેશે મુકામ મોરબી : કેન્દ્ર સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત જુદા જુદા રાજયોની પોલીસ એક બીજા રાજયમા જઇને સાંસ્કૃતીક- સામાજીક વિવિધતાથી વાકેફ થાય તથા રાજય પોલીસની કાર્ય પધ્ધતીઓથી અવગત થાય તે હેતુથી છત્તીસગઢ રાજયથી ૧૫ પોલીસ જવાનો રાજકોટ રેન્જ ખાતે તા.૨૬ જૂનથી તા.૧૫ જુલાઈ સુધી આવેલ છે.જે અંતર્ગત આ જવાનો મોરબી જિલ્લા ખાતે આજે પધાર્યા હતા. તેઓનો તા.૭ સુધી અહીં મુકામ રહેશે. જે અંતર્ગત આજરોજ છત્તીસગઢ રાજયના ૧૫ પોલીસ જવાનો મોરબી જીલ્લા ખાતે આવતા તેઓનું મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા સ્વાગત કરી ગુજરાત પોલીસની કામગીરી બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ રીઝર્વ પોલીસ ઇન્સ. એસ.એમ.ચૌહાણ દ્વારા તમામ જવાનોને પોલીસ વેલ્ફેર તથા SPC અંગેની કાર્યપઘ્ધતીથી વાકેફ કરવામાં આવેલ હતા. ત્યારબાદ એલ.સી.બી પો.ઇન્સ. ડી.એમ.ઢોલ દ્વારા PPT દ્વારા તમામ જવાનોને એલ.સી.બી તથા એસ.ઓ.જી. શાખાની કામગીરી અંગે માહિતી આપવામા આવેલ હતી. ત્યારબાદ તમામ જવાનોએ મોરબી જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'નેત્રમ' ની મુલાકાત લીધી હતી અને કમાન્ડ એન્ડ કંટ્રોલની કામગીરી તથા ટ્રાફિક ચલણ અંગેની જાણકારી મેળવી હતી. બાદમાં બપોરના ભોજન લીધા બાદ તમામ પોલીસ જવાનોને પોલીસ હેડ કવાર્ટર ખાતે રીઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ.એમ.ચૌહાણ તથા લાઇઝીંગ ઓફિસર એમ.બી.સરવૈયા દ્વારા હેડ કવાર્ટર ખાતેની જુદી જુદી બ્રાંચોની મુલાકાત તથા કામગીરીથી વાકેફ કરવામા આવ્યા હતા. ત્યારબાદ પોલીસ હેડ કવાર્ટર ખાતેના ડોગ સ્કોડ તથા બી.ડી.ડી.એસ શાખા તેમજ એમટી શાખાની કાર્ય પધ્ધતીઓથી વાફેક કરવામા આવેલ હતા. બાદમાં એફ.એસ.એલ અધિકારી દ્વારા એફ.એસ.એલની કામગીરી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી.