શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને વિદ્યાર્થીઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસનું રાજ્યવ્યાપી અભિયાનમોરબી : શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ અને યુવાઓના અવાજને બુલંદ કરવા માટે ગુજરાતમાં 'છાત્ર-ગુંજ' કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારના કાર્યકાળ દરમિયાન અંદાજે 89 જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. તાજેતરમાં લેવાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો થયા છે, જેમાં દેશભરમાં 22 લાખથી વધુ અને ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી. પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ રોળાયા છે, માનસિક તણાવ વધ્યો છે અને આત્મહત્યાના બનાવોમાં પણ વધારો થયો છે. આ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ ઉઠી રહી છે.પરિવારો પર આર્થિક બોજ: શિક્ષણ બજેટ કરતા પરીક્ષાનો ખર્ચ વધુએક અંદાજ મુજબ માત્ર NEET પરીક્ષાની તૈયારી પાછળ 22 લાખ વિદ્યાર્થીઓનો વ્યક્તિગત ખર્ચ રૂપિયા 1.32 લાખ કરોડ જેટલો થાય છે, જે ભારત સરકારના રૂપિયા 1.40 લાખ કરોડના વાર્ષિક શિક્ષણ બજેટની લગભગ સમકક્ષ છે. ભારતમાં NEET, JEE, UPSC, SSC અને RRB જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પાછળ પરિવારો દ્વારા કરવામાં આવતો કુલ ખર્ચ અંદાજે રૂપિયા 3.5 લાખ કરોડ જેટલો છે. આ ખર્ચ કેન્દ્ર સરકારના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં 3 ગણો વધારે છે.રોજગારીની વિકટ સ્થિતિ અને નિષ્ફળ સિસ્ટમદેશની રોજગારીની સ્થિતિના આંકડા દર્શાવે છે કે શાળા પ્રણાલીમાં પ્રવેશ કરતા 1000 વિદ્યાર્થીઓમાંથી માત્ર 12 બાળકોને જ નિયમિત પગારવાળી રોજગારી મળે છે. જ્યારે 691 લોકોને છૂટક કે અનિયમિત કામ મળે છે અને 297 લોકો બેરોજગાર રહે છે. આ ઉપરાંત, 80% ઈજનેરો પણ બેરોજગાર છે અને કામ કરતા નથી. આ સિસ્ટમ વિશે જણાવવામાં આવ્યું છે કે 3000 વિદ્યાર્થીઓમાંથી માત્ર 1 IAS બને છે, 30 IIT માં જાય છે અને 180 ડોક્ટર બને છે, જે આ સિસ્ટમને એક પ્રકારની અસ્વીકાર સિસ્ટમ સાબિત કરે છે.રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશવ્યાપી લડતલોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના કોટા ખાતે યોજાયેલા ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરી આ અંગે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ કરી છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પાર્ટી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, પરીક્ષામાં પારદર્શિતા અને પેપર લીક કૌભાંડો સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત સહિત દેશભરમાં રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે. જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત રીતે ઉઠાવીને સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવશે.#Gujarat #EducationSystem #PaperLeak #ChhatraGunj #NEET #ExamScams #YouthVoice #MorbiUpdate #GujaratNews