મોરબી : મોરબીની જ્ઞાનજ્યોત વિદ્યાલયની વિદ્યાર્થીની મારવણીયા કાવ્યાએ રાજ્યકક્ષાએ બેડમિન્ટન સ્કુલ ગેમ અંડર-૧૯માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વડોદરાના જિલ્લા રમત સંકુલ ખાતે ૬૬મી નેશનલ સ્કુલ ગેમ્સ ૨૦૨૨-૨૩ અંતર્ગત રાજ્યકક્ષાની અંડર-૧૯ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબીની જ્ઞાનજ્યોત વિદ્યાલયની વિદ્યાર્થીની મારવણીયા કાવ્યાએ રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા નેશનલ ટુર્નામેન્ટ માટે સિલેક્શન થયું હતું. આગામી દિવસોમાં ગ્વાલિયર ખાતે નેશનલ ટુર્નામેન્ટ રમવા જશે. રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમજ મોરબીનું ગૌરવ વધારવા બદલ મારવણીયા કાવ્યાને અભિનંદન પાઠવ્યા હતા.