અજરામર એક્ટિવ એસોર્ટના સિનિયર સિટીઝમ ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી કાર્ય હાથ ધરાશે મોરબી : ઉનાળો હવે મધ્ય ચરણમાં પહોંચી ગયો છે.તેથી સૂર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ આકાશમાંથી આગઝરતી ગરમી વરસી રહી છે.ખાસ કરીને અગન લુ દઝાડતી હોવાથી લોકોને કાળઝાળ ગરમીમાં રાહત આપવા માટે મોરબીના અજરામર એક્ટિવ એસોર્ટ સિનિયર સીટીઝન ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી કાર્ય હાથ ધરાયુ છે.જેમાં આવતીકાલે તા.1 ના રોજ સવારે 10-15 વાગ્યે આશાબેન અશોકભાઈ મહેતા ખોખણી શેરી જૈન ઉપશ્રેયની બાજુમાં પ્રભાત ભુવન ખાતે છાસનું વિતરણ કરાશે. જેનો લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news