વાંકાનેર: શહેરની જીનપરા સોસાયટી ખાતે આજે આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિનો સંગમ રચાયો હતો. જીનપરામાં ચેતક હનુમાનજી મંદિરના નવ-નિર્માણ તથા જીર્ણોદ્ધાર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવની સાથે-સાથે માનવ સેવાના હેતુથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા-અર્ચનામાં ભાગ લઈ આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.#Wankaner #Jinpara #ChetakHanumanji #TempleMahotsav #BloodDonationCamp #JitubhaiSomani #WankanerNews #MorbiUpdate