મોરબી : લિયો ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આગામી તા.16 ફેબ્રુઆરીના રોજ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેની એન્ટ્રી ફી રૂ.400 રહેશે. ઓપન એજ અને અન્ડર 12 & 15 કેટેગરીમાં આ ટૂર્નામેન્ટ યોજાશે. જેમાં 1થી 5 નંબરના વિજેતાઓને રોકડ ઇનામથી નવાઝવામાં આવશે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી રહેશે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 8141772022 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.