મોરબી : ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેતૃત્વ હેઠળ 'ચેસ જાગૃતિ મહા અભિયાન' સંદર્ભે સંજય દાવડા દ્વારા સાર્થક વિદ્યામંદિર-મોરબી ચેસ અવેરનેસ સેમિનારનું આયોજન થયું હતું. જેમાં 300થી વધુ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ચેસની રમત શીખવામાં રસ લીધો હતો. ચેસ સેમિનારમાં ચેસની રમતનો ઇતિહાસ, હાથી- ઘોડાં-ઊંટ-વજીર-રાજા- પાયદાળની ચાલ, ચેક કેસલિંગ, પાસ પોન્ડ, ઈલીગલ મુવ, ચેક, ચેકમેટ, ચેસની રમતના આંતરરાષ્ટ્રીય નિયમો, તેમજ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધાના નિયમો વિષે જાણકારી આપવામાં આવી હતી. ચેસની રમતથી અભ્યાસ અને જીવનમાં થતા ફાયદા તેમજ ચેસની રમત વિષેની તમામ પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. ચેસ જાગૃતિ સેમિનારમાં વિધાર્થીઓ ખુબજ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સેમિનારના અંતમાં વિદ્યાર્થીઓને ચેસની રમત વિષે પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેના વિધાર્થીઓ સાચા જવાબ આપ્યા હતા. શાળામાં રમત-ગમત, ઈતર પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ વિધાર્થીઓના સર્વાંગી વિકાસના સેમિનારનું આયોજન થતું રહે છે અને આગળ ઉપર પણ થતું રહેશે તેવું આયોજકોએ જણાવ્યું હતું.