મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા તારીખ 21/12/2025 ને રવિવારના રોજ વ્યાસ સમાજવાડી ખાતે ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી. જે સ્પર્ધા ધોરણ 04 થી 08, ધોરણ 09 થી 12 અને ઓપન એમ કુલ 03 વિભાગમાં યોજાઇ હતી. તમામ સ્પર્ધકો એ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ બાદ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી અને દરેક વિભાગના વિજેતાને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે સર્વે અલ્પાહાર કરી છુટ્ટા પડ્યા હતાં.